જિલ્લા ભાજપ પરિવાર દ્વારા દરેક તાલુક વાઈઝ ટીફીન મિટિંગો યોજાઈ રહી છે. જેના અનુસંધાને ધારીના ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી કાકડિયાની વિશેષ ઉપસ્થિમાં ધારી, ચલાલા, ખાંભા વિધાનસભા વિસ્તારની ટીફીન બેઠક યોજાઈ હતી. જેમાં સર્વ મંડળના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વ કાર્યકર્તાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ભાજપ સરકારની મળેલી સફળતાઓ વિશે જાણકારી આપી આગામી કાર્યક્રમો વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.