ધારી તાલુકાના ચલાલા ગામે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય જે.વી. કાકડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયાના માર્ગદર્શન નીચે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, પાલિકા પ્રમુખ ભયલુભાઈ વાળા, બિછુભાઈ માલા સહિતના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.