ચલાલા ખાતે મેલડી માતાજીના મંદિરે રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દાનબાપુએ સ્થાપના કરેલ મેલડી માતાજીના મંદિરે દર વર્ષે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ભીખુભાઈ માળવીયા અને તેમની ટીમ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા, મહાવીર બાપુ, ઉદય બાપુ, મહેશભાઈ મહેતા, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ ભયલુભાઈ વાળા, પીએસઆઈ વસૈયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.







































