અમરેલીના ચલાલા હોમગાર્ડ યુનિટ ખાતે ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જિલ્લા કમાન્ડન્ટ અશોક જાષીની ઉપસ્થિતિમાં યુનિટ કચેરીના નવા મકાનનું ઉદ્દઘાટન, નિવૃત થતા હોમગાર્ડ જવાનો, પ્રશંસનિય કામગીરી કરનાર જવાનોને સત્કાર તથા ધારી,બગસરા, ખાંભા યુનિટના હોમગાર્ડ જવાનોનો સ્નેહમિલન કાર્યક્રમ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમંત્રી મેડલ મેળવનાર પાઘડાળભાઈ અને માઢકભાઈને
સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા તથા ૧૦૦થી વધુ રક્તદાન કરનાર યુનિટ અધિકારી સાવજ અને અઢી લાખની રકમ પરત કરનાર નગ્માબેન ઝાંખરાનું સન્માન કરાયું હતું. આ તકે હિરેન હિરપરા, જિલ્લા હોમગાર્ડ કચેરીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ સહિત જવાનો હાજર રહ્યા હતા.