ચલાલા-અમરેલી રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં લોજિસ્ટિક્સમાં કન્ટેનરનો સર્વે કરતા એક યુવકનું મૃત્યુ થયું હતું. કથિત રીતે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સ લેવા બદલ તેના ડ્રાઇવર પંકજ કુમાર (રહે. ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કન્ટેનર ટ્રક (રજિ. નં. GJ-૧૪-W-૨૮૬૧) નો ડ્રાઇવર આરોપી પંકજ કુમાર પોતાનો ટ્રક રિવર્સમાં લઈ રહ્યો હતો. આ સમયે તેણે કોઈપણ પ્રકારનું હોર્ન વગાડ્યું નહોતું કે ઇન્ડિકેટર પણ આપ્યું નહોતું.ફરિયાદમાં જણાવાયું છે કે, ડ્રાઇવરે જાણવા છતાં કે આ રીતે બેદરકારીપૂર્વક કન્ટેનર ટ્રક રિવર્સ લેવાથી પાછળ ઊભેલા કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, છતાં તેણે ટ્રક રિવર્સ ચલાવ્યો હતો. આ ટ્રકચાલકે ફરિયાદીના દીકરા શહજાદને અડફેટમાં લીધો હતો, જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવર પંકજ કુમાર
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.
મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.વી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.










































