ચલાલામાં રહેતો એક કિશોર ઘરેથી સ્કૂલે જવા નીકળ્યો હતો. જે બાદ તે ગુમ થયો હતો. જેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા. બનાવ અંગે મનિષભાઈ જમનભાઈ સોલંકી (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમનો ૧૫ વર્ષીય પુત્ર સવારે ૭.૩૦ કલાકે ઘરેથી સ્કૂલે જવા નીકળ્યો હતો. પરંતુ બપોર એકાદ વાગ્યા સુધી ઘરે ન આવતા તેમણે સગા સબંધીઓ, ગામમાં તેમજ મીઠાપુર(ડું) ગામ ખાતેની સરકારી પ્રાથમિક શાળામા તપાસ કરી કરાવતા મળી આવ્યો નહોતો. જેનું કોઇ અજાણી વ્યક્તિ લલચાવી ફોસલાવી તેમના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.