ચલાલામાં સમસ્ત વિઠલાણી પરિવાર દ્વારા આયોજિત લોહાણા મહાજન વાડીમાં શ્રીમદ ભાગવત કથાના પાંચમા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. શ્રી રામ પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના અલૌકિક પ્રસંગનો અમૂલ્ય લ્હાવો લઈને સહુ એ ધન્યતા અનુભવી હતી. સમસ્ત વિઠલાણી પરિવાર દ્વારા આયોજિત ભાગવત જ્ઞાન યજ્ઞ કથામાં સંતો, મહંતો, રાજકીય, સામાજિક, આગેવાનો સહિત જ્ઞાતિજનો અને શહેરીજનો, સગા સંબંધીઓ, મિત્રો આ કથામાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કચ્છ રવાપરના વિદ્વાન આચાર્ય વક્તા આદરણીય શાસ્ત્રી કિરીટભાઈ જોશી વ્યાસપીઠ પરથી ખૂબ જ ભાવનાત્મક શૈલીમાં સંગીત સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે.







































