ચલાલામાં પ. પૂ. સંત ડા.રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના અથાગ પ્રયત્નોથી ચાલતી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ હોસ્પિટલ ખાતે આરોગ્ય નિદાન કેમ્પ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ચલાલા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી નિષ્ણાંત ડોક્ટરોની સેવા મેળવી હતી. અમરેલીથી પત્રકાર હરગોવિંદભાઈ પંડ્‌યા આ કેમ્પ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નિષ્ણાત ડા. કાજલબેન બગડા દ્વારા હરસ-મસા-ભગંદર, ફિશરની સારવાર આપવામાં આવી હતી. ડા. કેયુરભાઈ આર.કોટડીયા દ્વારા ડાયાબીટીસ, હદય રોગ, હદયના વાલ્વની તકલીફ, મગજનો હુમલો (પેરાલીસીસ)ની સારવાર આપી હતી. ડા.બીનાબેન જી.રાબડીયા દ્વારા ધાધર, ખરતાવાળ, ચામડી તથા વાળના રોગોની સારવાર કરવામાં આવી હતી. આ તમામ ડોક્ટર દર મહિનાના પહેલા રવિવારે સવારે ૯ થી ૧૨ રામ હોસ્પિટલમાં મળશે. સમગ્ર આયોજન માટે ડાયરેક્ટર શીતલબેન મહેતા સહીત સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.