ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ચલાલાની દરેક બજારમાંથી પોતે ખરીદી કરીને વડાપ્રધાનના વોકલ ફોર લોકલ સુત્રને સાર્થક કર્યુ હતું. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ સાદ્રાણી, મંત્રી પ્રકાશભાઇ કારીયા, ભૈયલુભાઇ વાળા, ડો. દેવકુભાઇ વાળા, ચાપરાજભાઇ ધાધલ, ભૈયલુભાઇ બસીયા સહિત આગેવાનો લોકલ ખરીદીમાં જોડાયા હતા. ધારાસભ્યની લોકલ ખરીદીને વેપારીઓએ હર્ષથી વધાવી હતી.