ચલાલા નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીના માતૃશ્રીનું નિધન થતા વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ચલાલા નગરપાલિકાના કર્મચારીના માતૃશ્રી અંબાબેન ખુંટનું ૯૦ વર્ષની ઉંમરે નિધન થતા વૃદ્ધાની અંતિમયાત્રા ઢોલ નગારાના તાલે નીકળી હતી, જેમાં ભજન કીર્તન પણ કરવામાં આવ્યા હતા.વૃદ્ધાની અંતિમયાત્રામાં પાલિકા પ્રમુખ સહિતના ડાઘુઓ જોડાયા હતા.