ચલાલાના સેવાભાવી, પરોપકારી, યુવા અગ્રણી સ્વ.પ્રદીપભાઈ રીબડીયાના મોક્ષાર્થે તેમના પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પ્રારંભે ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને ગીતાબેન સંઘાણીની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. કથાનો સમય બપોરે ૧.૩૦ થી સાંજના ૬.૩૦ સુધીનો છે અને કથા ૧૨-૧૧-૨૦૨૪ના રોજ વિરામ લેશે, ભાવિક ભક્તોને કથાનો લાભ લેવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં
આવ્યું છે.