દાનમહારાજની પાવન ભૂમિ ચલાલામાં સૌપ્રથમ વખત પત્રકારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ, ચલાલા-સુરત અને શિવસાઈ ગ્રૂપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચલાલા અને ધારીના વરિષ્ઠ પત્રકારોને એક મંચ પર બોલાવીને તેમનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. ચલાલાના સાઈ મંદિરના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ કારીયા, પ્રતાપભાઈ વાળા, બિપીનભાઈ રાઠોડ, અશોકભાઈ જોષી, હીમાંશુભાઈ પંડ્યા, સંજયભાઈ કારીયા અને ધારીથી આવેલા પત્રકારો ટીનુભાઈ લલિયા, મેહુલભાઈ ત્રિવેદી, બરક્તભાઈ ચાવડા, હુસેનભાઈ અને રફીકભાઈ ચાવડા સહિતના તમામ પત્રકારોને ગિફ્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકારોએ પોતાના મંતવ્યો રજૂ કરતા સાચું પત્રકારત્વ અને પત્રકારોને પડતી મુશ્કેલીઓ વિશે વિશેષ ચર્ચા કરી હતી.
પત્રકારોએ સંસ્થાના સેવાકાર્યોને પણ બિરદાવ્યા હતા. આ ટ્રસ્ટ સમૂહલગ્ન, વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ અને ભૂખ્યાને ભોજન સહિતના અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો કરી રહ્યું છે. કાર્યક્રમના અંતે, વરિષ્ઠ પત્રકારો પ્રકાશભાઈ કારીયા, મેહુલભાઈ ત્રિવેદી અને પ્રતાપભાઈ વાળાએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના મુખ્ય સંચાલક રાજેશભાઈ જાનીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેશભાઈ જાની, દીપ મહેતા, વિજય મહેતા, કિશન રાઠોડ, ઈમરાનભાઈ ભાગવાણી અને નરેશભાઈ કંદોઈ સહિતના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.










































