ચલાલા ખાતે ભીમનાથ ગાંઠિયા નજીક જાહેર રોડ પર બેફામ ગતિએ આવતા એક મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનના ચાલકે હ્યુન્ડાઈ i૧૦ કારને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અંગે વકીલાતનો વ્યવસાય કરતાં સેજલબેન ધીરૂભાઇ ભટ્ટ (ઉ.વ.૪૦) એ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમના સાહેદ/મિત્ર સાથે હ્યુન્ડાઈ કંપનીની i૧૦ મોડેલની ફોરવ્હીલ કાર (રજી.નં. GJ ૧૮ BL ૧૯૦૯) લઈને અમરેલીથી ચલાલા પરત આવી રહ્યા હતા. તેઓ જ્યારે ચલાલા ભીમનાથ ગાંઠિયાની સામે રોડ પર પહોંચ્યા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે એક મહિન્દ્રા કંપનીનું પીકઅપ બોલેરો વાહન (રજી. નં. GJ ૧૪ AT ૧૨૨૨) આવ્યું હતું. પીકઅપ બોલેરો વાહનના ચાલકે પોતાના હવાલાવાળું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને ફરિયાદીની i૧૦ કાર સાથે ધડાકાભેર ભટકાવ્યું હતું. આ અકસ્માતના કારણે ફરિયાદીના વાહનમાં મોટું નુકસાન થયું હતું.