ધારી તાલુકાના ચલાલા શહેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી “મન કી બાત”ના ૧૨૭મા કાર્યક્રમનું શ્રવણ ચલાલા શહેર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, મહામંત્રી ચિરાગભાઈ માલવીયા, નગરપાલિકા પ્રમુખ ભૈયલુભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ માલવિયા તેમજ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અતુલભાઈ કાનાણી, ભૈયલુભાઈ વાળા અને સદસ્ય ચાપરાજભાઈ ધાધલે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમમાં “મન કી બાત” દ્વારા પ્રધાનમંત્રીએ આપેલા સંદેશથી કાર્યકર્તાઓ ઉત્સાહિત થયા હતા.








































