ચલાલામાં અમીત સોલંકી નામનો યુવક મેઇન બજારમાં તિલક ચોક પાસે આવેલી દુકાનો પાછળ લપાતો છુપાતો શકમંદ હાલતમાં ફરતો જોવા મળતા પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી કરવામાં આવી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આઈ.એલ. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.