ચલાલા શહેરમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૨ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડીયાના માર્ગદર્શન અને પ્રયાસોથી શરૂ થયેલા આ વિકાસ કાર્યનું ભૂમિપૂજન પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત મહાવીર બાપુ અને ધારી, બગસરા, ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ભીમનાથ મહાદેવના મહંત મયુર બાપુ, ભારતભૂષણ ગાયત્રી ધામના સંચાલક મહેશભાઈ મહેતા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ચલાલા નગરપાલિકાના પ્રમુખ ભયલુભાઈ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવીયા, કારોબારી ચેરમેન ભરતભાઈ સોલંકી, ચલાલા શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા સહિત અનેક અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































