ચલાલામાં એક યુવકને બે વર્ષ પહેલા થયેલા મનદુઃખમાં ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે આસીફભાઈ આબીદભાઈ કુરેશી (ઉ.વ.૩૬)એ દિપકભાઈ રામભાઈ રાજગોર, ટીકુભાઈ, મીહિરભાઈ દિપકભાઈ રાજગોર, મયુરભાઈ દિપકભાઈ, ભાવેશભાઈ રામભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આ કામના આરોપીને તેમની સાથે આજથી બે વર્ષ પહેલા વાહન પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી મીહિરભાઈ દિપકભાઇ રાજગોર તેમની દુકાન સામે વોંકળામાં કચરો નાખવા જતા સમયે ગાળો બોલતા નીકળ્યા હતા. જે બાબતે તેમને ફોન કરી ઠપકો આપવાની વાત કરતા તેમની દુકાને આવી બોલાચાલી કરી શરીરે ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ઉપરાંત હાથમાં પહેરેલ કડુ માથામાં મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્રણેય આરોપીએ ભેગા મળી ઢીકાપાટુ વડે માર માર્યો હતો. જતા જતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































