ચલાલામાં મીઠાપુર ડુંગરી ખાતે આવેલી ઓમ એન્ટરપ્રાઈઝ નામના ડેલામાં એલડીઓ જ્વલશીલ પ્રવાહીનું ઇન્ડસ્ટ્રીયલ હેતુના કામ માટે વેચાણ કરવાના કામે લાયસન્સ મેળવી સદર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી બાયોડીઝલનું વાહનોમાં ઇંધણ તરીકે પૂરી વેચાણ કરતો હતો. ઉપરાંત ડેલામાં ફાયર સેફ્‌ટીના કોઈપણ સાધનો ઉપલબ્ધ નહોતા. જેને લઈ જયરાજભાઈ અમકુભાઈ માંજરીયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.