ચલાલા ખાતે એક સાદા સમારોહમાં હોમગાર્ડ જવાન અમરશીભાઈ ગોવાભાઈ દાફડાની પુત્રીનો લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવી. ધારાસભ્ય જે.વી. કાકડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૨૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય હોમગાર્ડઝના મહાનિર્દેશક દ્વારા મંજૂર કરાયેલી આ સહાય અમરેલી જિલ્લા હોમગાર્ડઝના કમાન્ડન્ટ રોહિત મહેતાના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે ચલાલા હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાજેશભાઈ વ્યાસ, શરદ સાપરીયા, મનસુખભાઈ ગેડિયા તેમજ કાર્યાલયના કર્મચારીઓ અને એન.સી.ઓ. સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.