ધારી તાલુકાના ચલાલા ગામ અને આસપાસના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ હેઠળ ડેપ્યુટી ઇજનેર અને તેમની ટીમે ચલાલા ખાતે આ કામગીરી હાથ ધરી છે.સૌપ્રથમ, ધારાસભ્ય જેવી કાકડીયાના ઘરે ડિજિટલ મીટર લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, ચલાલામાં વિવિધ સ્થળોએ આ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ ડિજિટલ મીટરથી ગ્રાહકોને નવી ટેકનોલોજી મુજબ વીજ વપરાશનો ખ્યાલ આવશે. પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચલાલા અને આજુબાજુના ગામોમાં દરેક ગ્રાહકના ઘરે આ મીટર પહોંચાડવામાં આવશે.