ચલાલામાં પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરોએ જાણે કે પડકાર ફેંકતા હોય તેમ એક જ રાતમાં બે દુકાનોને નિશાન બનાવી હતી. ચોર ઇસમો બંને દુકાનમાંથી મળી રૂ.૧,૧૪,૪૦૦નો મુદ્દામાલ ચોરીને અંધારામાં ઓગળી ગયા હતા. બનાવ અંગે અલીઅજગરભાઈ સીરાજભાઈ કપાસી (ઉ.વ.૩૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દુકાનના શટરનો નકુચો તોડી ત્રાટકેલા ચોર ઇસમો રોકડા ૮૫,૦૦૦, સીસીટીવીનું ડીવીઆર, ૧૨ જોડી પુરુષોને પહેરવાના કપડા, પુરુષોને પહેરવાના પેન્ટ તથા સાહેદ ચેતનભાઈ કાલાણીની દુકાનમાંથી રોકડા રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૧,૧૪,૪૦૦નો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.










































