ચલાલા ખાતે ધારી રોડ પર આવેલ શ્રી શિવસાંઇ મંદિર-શનિદેવ મંદિર ખાતે તા.૧૨ નવેમ્બરે તુલસી વિવાહ સાથે ૪૨મા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોગલમા માનવ સેવા ટ્રસ્ટ-સુરતના સહયોગથી શિવસાંઇ ગ્રુપ ચલાલા દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં આઠ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.આ પાવન પ્રસંગે રામજી મંદિર કમી કેરાળાથી ઠાકોરજીની જાન સાંજે ૬ઃ૩૦ કલાકે પધારશે. ત્યારબાદ સાંજે ૭ઃ૩૦ કલાકે લગ્નવિધિ, રાત્રે ૭ઃ૩૦ કલાકે અભિવાદન સમારોહ, રાત્રે ૮ઃ૦૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ઃ૪૫ કલાકે જાન વિદાયનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે લોક સહયોગ આવકાર્ય છે. દાન-ભેટ માટે પુજારી રાજુભાઈ કે. જાની (ફોનઃ ૯૪૦૮૨૭૮૮૫૩, ૯૪૨૮૨૬૧૦૧૪)નો સંપર્ક કરી શકાય છે. મહંત પુજારી ગુણવંતદાસ ગોરધનદાસ કમી કેરાળા દ્વારા સમસ્ત ગામ વતી ઠાકોરજીની જાનમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાંપ્રત સમયમાં જવલ્લે જોવા મળતી રાત્રિ લગ્નવિધિનું આ અનોખું આયોજન છે.