અમરેલી,તા.૦૬
ધારી, ચલાલા અને બગસરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને શટર તોડીને ચોરી કર્યાના આરોપી વિજય ઉર્ફ કાદર હિંમતભાઈ મકવાણાનું આજે સવારે ૧૨ઃ૩૦ વાગ્યે ચલાલા પોલીસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. PI ગલચરના માર્ગદર્શન હેઠળ, આરોપીએ ચોરીની ઘટના કઈ રીતે આચરી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.