ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો. જે વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આવ્યા હોય તેને ઇનામ, શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ રાઈટીંગ, બેસ્ટ સ્ટુડન્ટને પણ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂ. રતિદાદા, લવજીબાપુ, ગોરાબાપુ, કરશનબાપુ, ઘુસાબાપુ, રાજુબાપુ, સાંસદ નારણભાઈ કાછડીયા, મનીષભાઈ સંઘાણી, ટીડીઓ ભટ્ટ સહિત અનેક રાજકીય મહાનુભાવો તથા ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂ. રતિદાદાના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન ભવ્ય રીતે સંપન્ન થયુ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફેગણે જહેમત ઉઠાવી હતી.