ચલાલામાં ૫.પૂ. સંત ડા.રતિદાદાનાં આશીર્વાદ અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શનમાં કાર્યરત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડો. ડી.ડી. ધાધલ, ડો. ધ્રુવીબેન ગોંડલિયા તથા પૂજાબેન (FHW) આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં દૃષ્ટિ, સાંભળવાની ક્ષમતા, દાંત, પોષણની સ્થિતિ તેમજ અન્ય સામાન્ય રોગોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ બાળકોને આગળની સારવાર અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આચાર્ય શીતલબેન મહેતા દ્વારા આરોગ્ય વિભાગની ટીમનું સ્વાગત કરી આ પ્રકારના કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.










































