ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના પૂજ્ય સંત ડો. રતિદાદાના આશીર્વાદ અને દીપ પ્રાગટ્ય સાથે આ સેવાકીય કાર્યનો પ્રારંભ થયો હતો. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને સરકારી આયુર્વેદિક તથા હોમિયોપેથીક વિભાગોના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી.આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત ૪૨ જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ સ્થિત હોસ્પિટલ ખાતે લઈ જઈ ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવી હતી.આ સાથે દંતયજ્ઞમાં દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરાયું હતું. મહેશભાઈ, મંજુબા અને શીતલબેન સહિતના કાર્યકરોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.