ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૨૭૫મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં કુલ ૧૨૪ દર્દીઓએ લાભ લીધો હતો. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક આયુષ-ગાંધીનગર, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમરેલી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનું-સરસીયા અને સરકારી હોમિયોપેથી દવાખાનું-જાળિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પનો શુભારંભ સંસ્થાના વડા ડા. રતિદાદા અને વિદેશથી પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, સેવા અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ વિજેતા મંજુબા તેમજ શીતલબેન સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.