ચલાલાની સ્ટેટ બેંકમાં લાભાર્થીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત રૂ. ૨ લાખનો ચેક અર્પણ કરાતા પરિવારજનોએ બેંકની કામગીરીને બિરદાવેલ છે. એસ.બી.આઇ.ના ખાતેદાર ઉમેશભાઈ દિનેશભાઈ સોલંકી તેમની હયાતીમાં આ યોજનામાં જોડાયેલા હતા. તેમનું ટૂંકી બીમારી બાદ મૃત્યુ થયેલ હતું તો તેમના વારસદાર દિનેશભાઈ સોલંકીને રૂ. ર લાખનો ચેક શુક્રવારે મેનેજર ચંદન કુમાર દ્વારા પરિવારજનોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. આ તકે સ્ટાફના સમીર ગોંડલીયા, વેંકટેશ દુબે, કાળુભાઈ વાળા, નરેશભાઈ ચાવડા, અલ્પેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા.









































