ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી

ચલાલા, તા.૨૪
ચલાલામાં કાલભૈરવ દાદાની જન્મ જયંતીએ ભીમનાથ મહાદેવ મંદિર પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભીમનાથ મહાદેવ મંદિર દ્વારા ધૂપ, મહાઆરતી, પૂજન, ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, મીઠાપુરના સરપંચ ઉપેન્દ્ર વાળા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.