ચલાલામાં આવેલી એમ.કે.સી. કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓ માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ સુરક્ષા અને સાઇબર ગુનાઓ અંગે જાગૃત કરવાનો હતો. ચલાલા પોલીસના પીએસઆઈ રતન ગઢવીના માર્ગદર્શન હેઠળ રવિભાઈ બગડાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો, અજાણી લિંક, કોલ અને મેસેજથી કેવી રીતે સાવચેત રહેવું તેમજ વ્યક્તિગત માહિતી કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.