ચલાલામાં રહેતા અને વેપાર કરતાં પ્રવિણભાઈ રસીકભાઈ પાંધી (ઉ.વ.૪૦)એ નયુમ ઉમરભાઈ બ્લોચ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો પુત્ર કરિયાણાની દુકાનમાં વેપાર-ધંધામાં બેઠો હતો ત્યારે આરોપી શેમ્પુ લેવા આવ્યો હતો. આરોપીએ ઉધાર માંગતા તેમના પુત્રએ આપવાની ના પાડતા ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેમના પુત્રએ ગાળો આપવાની ના પાડતાં લાકડીથી ઈજા પહોંચાડી હતી અને હવે જો ઉધાર નથી આપ્યું તો જીવતા નહીં રહેવા દઉ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાઘવભાઈ અરજણભાઈ સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.