અમરેલી જિલ્લામાં વધુ બે મોબાઇલ ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં એક મહિલાના પર્સમાંથી અને એક યુવકના ખિસ્સામાંથી ફોન પડી જતાં ચોરાયા હતા. ચલાલામાં રહેતા અને રસોઈકામ કરતા હિનાબેન અજીતભાઈ એમદાણી (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, સરંભડા ગામે તેમણે તેમનો મોબાઇલ ફોન પર્સમાં રાખ્યો હતો. જેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલામાં રહેતા કિશનભાઈ મુકુંદભાઈ રૂપારેલ (ઉ.વ.૨૮)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ આદર્શ લોજ ખાતેથી જમીને પરત આવતા હતા ત્યારે તેમના પેન્ટના ખિસ્સામાંથી ફોન પડી જવાથી અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હતો.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.