યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું B.com સેમેસ્ટર ૧ માં ૧૦૦% પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ઠુમ્મર કેશવા, દ્વિતીય ગોંડલિયા ખુશી, તૃતીય ઠેસિયા જેન્સી તેમજ બધી વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિન્ક્શન અને ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવીને ગાયત્રી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થિનીઓને રતિદાદા, ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને આચાર્ય શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વર્ષ ૨૦૨૪ માં દીકરીઓ માટે B.A., B.COM, B.C.A. અને B.P.E.S. માં એડમીશન માટે મો. ૯૪૨૭૭ ૪૩૮૧૭, ૯૪૨૯૮ ૩૮૦૧૭, ૯૫૮૬૯ ૦૫૬૧૩ નો સંપર્ક કરવા જણાવાયુ છે.