ચલાલાની એમ.કે.સી. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની માળવી ધર્મિષ્ઠા ભરતભાઈએ ધો. ૧૨ કોમર્સમાં ૭૦૦માંથી ૬૪૨ ગુણ (૯૯.૩૪ પીઆર) મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેથી શાળા પરિવાર અને વાટલીયા પરિવાર દ્વારા વિદ્યાર્થિની પર સાર્વત્રિક અભિનંદનની વર્ષા થઈ રહી છે, તેમ પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવાયું છે.