યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ-ચલાલા ખાતે તાજેતરમાં હર્ષોલ્લાસ સાથે વાલી મીટિંગ યોજાઈ ગઈ હતી. ડા. રતિદાદા અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ શાળા શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, કરાટે, આર્ચરી, ઘોડેસવારી અને રાઈફલ શૂટિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરે છે.દીપપ્રાગટ્ય અને ડા. રતિદાદાના આશીર્વચનથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વાલીઓને દીકરીઓની પ્રગતિ વિશે માહિતગાર કરાયા હતા. મહેશભાઈ મહેતાએ વાલીઓનું સ્વાગત કરી સંસ્થાનો ધ્યેય દીકરીઓને શ્રેષ્ઠ સંસ્કાર અને જીવનકૌશલ્યથી સજ્જ કરવાનો હોવાનું જણાવ્યું હતું. અંતમાં ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સફળ આયોજન માટે સંસ્થાના ડાયરેક્ટર શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી, જેની વાલીઓએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.