યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-ચલાલા સંચાલિત રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ ખાતે પ. પૂ. સંતશ્રી ડા.રતિદાદાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, ચલાલા પોલીસ સ્ટેશનના PI ગઢવી, ભગીરથભાઈ સહીત યુવરાજભાઈ, શહેનાઝબેન, એકતાબેનની હાજરીમાં સાયબર ફ્રોડની સમજુતી અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પૂ. દાદાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.PI ગઢવીએ સમજાવ્યું કે આજકાલ ખોટા કોલ, મેસેજ અને લિંક દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે, તેથી સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીOTP, ATM કાર્ડની માહિતી, પાસવર્ડ જેવી ખાનગી માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિઓને ક્યારેય ન આપવી તે બાબત પર ભાર મૂકાયો હતો. કોઈ પણ શંકાસ્પદ કોલ, મેસેજ કે ઓનલાઇન ઠગાઈનો ભોગ બને તો તરત જ પોલીસ હેલ્પલાઇન પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. ભારતભૂષણ મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા થતી આવી જાગૃતિ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ભવિષ્યમાં સાયબર ગુનાઓથી સુરક્ષિત રહેવામાં મદદરૂપ બને છે.