રાજયમાં જયારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકિય આગેવાનોને લોકોની મુશ્કેલી યાદ આવે અને વિકાસના ગુણગાન ગાવામાં આવતા હોય છે. જા કે વિકાસની વાતો માત્ર કાગળ કે નેતાઓના ભાષણ સુધી જ સીમિત રહી હોય તેવો તાલ સર્જાયો છે કારણ કે ધારી તાલુકાના સૌથી મોટા શહેર ચલાલામાં મોટાભાગની સરકારી કચેરીઓને અલીગઢી તાળા લાગ્યા હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજકીય આગેવાનોની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાનાં કારણે આ વિસ્તારના લાખો પશુપાલકો પારાવાર પરેશાની અનુભવે છે અને પશુઓ સામાન્ય બીમારીમાં પણ યોગ્ય સારવારનાં અભાવે મોતને ભેટે છે. ચલાલા નગરપાલિકા હોવાથી નાયબ મામલતદાર કે સર્કલ ઓફિસરની પોષ્ટ હોવાં છતાં પણ કોઈના મામલતદારની પોસ્ટીંગ ન થતાં આ વિસ્તારનાં લોકોને આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ, વિદ્યાર્થીઓને ક્રીમીલીયર સર્ટી, વૃધ્ધ પેન્શન, નિરાધાર પેન્શન, વિધવા સહાય,
અમૃતમ કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓને જરૂરી આધાર પુરાવાઓ અને દાખલાઓમાં માત્ર એક સહી લેવા પોતાનો કિંમતી સમય અને રૂપિયા ખર્ચી ધારી મુકામે જવા મજબૂર બનવું પડે છે. રાજય સરકાર નવી નવી યોજનાઓ બહાર પાડે છે પરંતુ તેનો લાભ લેવા ચલાલા પંથકની જનતાને જરૂરી કાગળીયા કરવા માટે ધારી સુધી લાંબુ થવુ પડે છે. આમ, નગરપાલિકા ધરાવતું શહેર હોવા છતાં શહેરમાં સરકારી કચેરીઓ ધડાધડ બંધ થતી હોવાથી આ પંથકના લોકોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે.