ચલાલા શહેર અને સમગ્ર અમરેલી જિલ્લાને ગૌરવાન્વિત કરતી ઘટના બની છે. કાકડીયા પરિવારની યશસ્વી, ઓજસ્વી અને તેજસ્વી દીકરી સુધાબેન જયંતીભાઈ કાકડીયાએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. સુધાબેન કાકડીયાએ ફેશન ડિઝાઈન અને હેન્ડીક્રાફ્‌ટ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે અનેક લોકોને રોજગારી પૂરી પાડી છે અને અવનવી વસ્તુઓનું નિર્માણ કરીને પોતાના કાર્યક્ષેત્રમાં અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. આ અગાઉ પણ તેમણે અનેક એવોડ્‌ર્સ મેળવ્યા હતા, પરંતુ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવું એ તેમની કારકિર્દીની સર્વોચ્ચ સિદ્ધિ છે. આ ઉપલબ્ધિ બદલ સુધાબેન કાકડીયાનું સન્માન કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ એવોર્ડ એનાયત કર્યો અને સુધાબેનનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉદયભાઈ ભગત, જયંતીભાઈ પાનસુરિયા, ગીતાબેન કારીયા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી