પ. પૂ. સંત ડા.રતિદાદાના અને મહેશભાઈ મહેતાના માર્ગદર્શનમાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત
સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકોએ ભવ્ય સિદ્ધિ હાંસલ કરી સંસ્થા તેમજ ગુરુકુળનું નામ ઉજાગર કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શત સુભાષિત કંઠપાઠની હરીફાઈ યોજાઈ હતી જેમાં આ સંસ્થાના ૩ બાળકોએ રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે અંતર્ગત રાજભવન,ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય એવોર્ડ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ત્રણ તેજસ્વી વિજેતા બાળકો ૧. હિરવા રામાવત ૨. હેતાંશ રામાવત ૩. તનીષા દવેરાને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. દરેક વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહનરૂપે રૂ.૨૧૦૦૦/-રોકડા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહેશભાઈ મહેતા,શીતલબેન મહેતા, ગુરુકુળના પ્રાધ્યાપક મિતભાઈ જોષીએ હાજરી રહી બાળકોને બિરદાવ્યા હતા. આ સંસ્કૃત શક્તિ ગુરુકુળમાં ધો- ૬ થી ૧૨ સુધી દીકરા- દીકરીઓને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે કરાટે, ધનુવિદ્યા, સ્કેટિંગ, ધોડેસવારી, રાઈફલ શુટિંગ,ઓપ્ટીકલ તૈયારી જેવી અનેક સહ અભ્યાસિક
પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.