ચલાલાના વાવડી ગામે પીજીવીસીએલના નાયબ ઈજનેરને ઝાપટ મારી ગાળો આપી હતી. ગામમાં વીજ ચેકિંગ કરવાની મનાઈ હોવાનું કહી તમાશો કર્યો હતો. આ અંગે મુસ્તફાભાઈ આદમભાઈ વાટીયા (ઉ.વ.૪૧)એ રણુભાઈ મેરામભાઈ વાળા તથા બે અન્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ ઁય્ફઝ્રન્ માં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે અને તે વીજ ચેકિંગની કામગીરીમાં નીકળ્યા હતા. તે દરમિયાન વાવડી ગામમાં રણુભાઈ મેરામભાઈ વાળાએ તે ગામનો માજી સરપંચ જણાવી ગામમાં વીજ ચેકિંગ કરવાની મનાઇ હોવાનું કહી તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. તેમજ ધક્કો મારી જમણા ગાલ ઉપર જાપટ મારી ત્રણે આરોપીઓએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી અને શરીરે સામાન્ય ઇજા પહોંચાડી હતી.








































