ચલાલાના સાવરકુંડલા રોડ પર આવેલા ગેઇટ પાસે રહેતા અને આખો દિવસ બાપાસીતારામ નામનું રટણ કરતા ૮૦ વર્ષના વાટલીયા કુંભાર પ્રાગજીદાદા ઉનાગર અનોખી જીવદયા અને ગૌસેવા કરે છે. પ્રાગજીબાપા બાપાસીતારામ બોલતા જાય ને ગાયોને કડબ, રજકો સહિતનો લીલો ચારો સવારના નવ વાગ્યા સુધી નાખે છે. ત્યારબાદ સવારથી સાંજ સુધી કબુતર, ચકલા જેવા પક્ષીઓને અવિરત ચણ નાખે છે. ઉપરાંત કૂતરાઓને બિસ્કીટ પણ નાખે છે. તેઓ અંદાજે છેલ્લા ૫૦ વર્ષથી અવિરત સેવા કરે છે.