ચલાલામાં રહેતી એક યુવતીના લગ્ન ત્રાકુડા ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ તથા સાસરિયા સિતમ ગુજારતા હતા જેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા બાદ પિયર પરત ફરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચલાલામાં રહેતી દિપાલીબેન ધીરજભાઈ ઉર્ફે ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ પતિ ધીરજભાઇ ઉર્ફે ધીરૂભાઇ વશરામભાઇ પરમાર, વાલીબેન વશરામભાઇ પરમાર, જીવરાજભાઇ વશરામભાઇ પરમાર તથા રમીલાબેન જીવરાજભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિએ તેમને બડીયા વતી જમણા હાથના બાવડા ઉપર બે ઘા તથા પાછળ કમરના ભાગે બે ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી. તેમજ અન્ય આરોપીએ પતિને ચડામણી કરી હતી. તમામ આરોપી યેન-કેન પ્રકારે શારીરિક માનસિક દુઃખત્રાસ આપતા હતા.