અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ચલાલાના ઢોલરવા ગામેથી હટાણું કરવા જતાં પુરુષ તથા બે મહિલાને બુલેટ ચાલકે ટક્કર મારી હતી. ગામથી બે કિ.મી. દૂર બનેલી ઘટનામાં બંને મહિલાને ઈજા પહોંચી હતી. માણકુભાઈ વિસામણભાઈ ધાધલ (ઉ.વ.૪૦)એ બુલેટ ચાલક સંજયભાઈ દીપુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ કૈલાશબેન તથા સાહેદ જાન્હવીબેન સાડા પાંચેક વાગ્યે પોતાના હવાલાનું મોટર સાયકલ લઇને ચલાલા હટાણું કરવા જતા હતા તે વખતે
આભાર – નિહારીકા રવિયા ઢોલરવા ગામથી બે કિ.મી. દૂર, બેઠા પુલ પાસે પહોચતા બુલેટ ચાલક સંજયભાઇ દીપુભાઇ વાળાએ બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે બુલેટનું હેન્ડલ વાળતાં જાન્હવીબેન સાથે ભટકાયું હતું. જેમાં તેઓ પડી જતાં ઈજા પહોંચી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિરજકુમાર ભીખાલાલ દાફડા વધુ તપાસ કરી રહ્યા છે. ઉના તાલુકાના સોંદરડી ગામનો પ્રવિણસિંહ બાલુભાઈ ગોહિલ (ઉ.વ.૪૩) ડુંગર ગામના રેલવે ફાટક પાસેથી તેમનું વાહન બેફિકરાઈથી ચલાવતાં મળી આવ્યો હતો.