અમરેલી જિલ્લામાંથી પોલીસે ચાર જગ્યાએ ૨૭ શકુનીઓને ઝડપી પાડ્યા હતા. ચલાલાના ધારગણીથી વાવડી જવાના રસ્તા ઉપરથી પાંચ ઈસમો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૩૫૦૦ સાથે પકડાયા હતા. ચલાલાના ગોપાલગ્રામ ગામે રામજી મંદિર શેરીમાંથી સાત ઇસમો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૧૯૦૦૦ સાથે ઝડપાયા હતા. ગોપાલગ્રામમાં રામજી મંદિરવાળી શેરીમાંથી જ ૮ ઈસમોને રોકડા રૂ.૨૧૦૦૦ સાથે દબોચી લીધા હતા. સાવરકુંડલામાં મણીનગર પાસેથી સાત ઇસમો રોકડા રૂ.૧૨,૦૬૦ સાથે તીનપત્તીનો જુગાર રમતાં મળી આવ્યા હતા. પોલીસે ચારેય જગ્યાએથી મળીને કુલ ૫૫૫૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.








































