ચલાલાના ગોપાલગ્રામની સીમમાં રહેતી એક પરપ્રાંતીય સગીરાને હમવતની ભગાડી ગયો હતો.
બનાવ સંદર્ભે સગીરાની માતાએ મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠ્ઠીવાડા તાલુકાના પાડોલા ગામે રહેતા અલ્કેશ રમણભાઈ ડામોર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં તેમના મકાનેથી લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડીને લઈ ગયો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.






































