અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની તાજેતરમાં જ વરણી કરવામાં આવી હતી. આ વરણીમાં ચલાલા શહેરમાં વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર અને સેવાકીય આગેવાન પ્રકાશભાઈ કારીયાની વરણી કરવામાં આવી છે. પ્રકાશભાઈ કારીયા પાલિકા પૂર્વ સદસ્ય, રઘુવીર સેનાના મહામંત્રી, ચલાલા ગ્રાહક સેવા મંડળના પ્રમુખ સહિતના હોદ્દાઓ નિભાવી રહ્યાં છે. આ વરણીને ચલાલાના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.