સાવરકુંડલાની ચરખડીયા ગ્રામ પંચાયત છેલ્લા ૪૦ વર્ષથી સમરસ થતી આવે છે. આ વખતે પણ ગ્રામ પંચાયતની સમગ્ર બોડી મહિલા સમરસ તરીકે જાહેર થઇ છે. સાંસદ નારણભાઇ કાછડીયા જ્યારે ગામના સરપંચ થયા હતા ત્યારથી ગામમાં કદી સરપંચ માટેની ચૂંટણી યોજાઇ નથી.
આ વર્ષે ગ્રામજનોએ સરપંચ તરીકેની મહત્વની જવાબદારી મોનિકાબેન હિરેનભાઇ કાછડીયાને સોંપી છે. જ્યારે ઉપસરપંચ તરીકે ગજરાબેન મધુભાઇ લાલુને ચૂંટી કાઢ્યા છે. સભ્યોમાં રસીલાબેન ગોંડલીયા, રેખાબેન માંજુસા, સરલાબેન ભદ્રેશ્વરા, વિમળાબેન મારૂ, સંગીતાબેન સાંસલા, ભાવનાબેન તળાવીયા તથા પ્રભાબેન પરસાણાના નામ જાહેર કરાયા છે. સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયત્નોથી ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સાંસદે ગ્રામજનોનો આભાર માન્યો હતો અને પંચાયતના બિનહરીફ થયેલ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.