રરમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંસદ નારણભાઈ કાછડીયાના ગામ ચરખડીયા મુકામે ગામ જમણનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શુભ દિને સમસ્ત ગામ પરિવાર દ્વારા રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે અને આખો દિવસ રામધૂન રાખવામાં આવી છે. બપોરના સમયે શ્રી રામને છપ્પન ભોગ અર્પણ કરી ૧૦૮ દીવડાની મહાઆરતી કરવામાં આવશે. રાત્રે ધુમાડાબંધ ગામ જમણ અને હનુમાન ચાલીસાના પાઠ તેમજ અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમોનું જીવંત પ્રસારણનું પણ આયોજન કરાયું છે. જેમાં પધારવા સાંસદ નારણભાઈ કાછડીયાએ ભાવિકોને અનુરોધ કર્યો છે.