બાબરાના ચમારડી પે. સેન્ટર શાળાની વિદ્યાર્થિની માટિયા ધ્રુવીશા નાથાભાઈએ ઝોન કક્ષાએ કલા મહાકુંભની લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેની સાથે સહાયક તરીકે મેઘનાથી ભૂમિ, મકવાણા પૂનમ, ઝાપડા દયા અને માટીયા મનીષાએ પણ સુંદર દેખાવ કર્યો હતો. ઢોલવાદકમાં પરમાર કૌશિકે સેવા આપી હતી. સમગ્ર
કૃતિને તૈયાર કરવામાં મીનાક્ષીબેન કસવાળા અને કાજલબેન ઠોળીયાએ માર્ગદર્શન આપેલ. શાળા પરિવારે બાળાઓને અભિનંદન પાઠવ્યા હતા.