બાબરા તાલુકાના ચમારડી ગામેથી કાગવડ ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચમારડીના વતની અને સુરત સ્થિત ઉદ્યોગપતિ ગોપાલભાઇ વસ્તરપરા દ્વારા આગામી તા.૧ જાન્યુઆરીના રોજ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. પદયાત્રાનું રાત્રિ રોકાણ સુલતાનપુર મુકામે થશે. જયાં રાત્રિના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પદયાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.